Search This Website

20 September 2022

ક્રિકેટના નિયમોમાં થયા મોટા ફેરફારો: ICCની મોટી જાહેરાત, 1 ઓક્ટોબરથી લાગુ પડશે 8 નિયમો

ક્રિકેટના નિયમોમાં થયા મોટા ફેરફારો: ICCની મોટી જાહેરાત, 1 ઓક્ટોબરથી લાગુ પડશે 8 નિયમો


ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) એ પહેલી ઓક્ટોબરથી ક્રિકેટમાં મોટા ફેરફાર કરીને કેટલાક અગત્યના નિયમો જાહેર કર્યાં છે.
ક્રિકેટના નિયમોમાં થયા મોટા ફેરફારો: ICCની મોટી જાહેરાત. 1 ઓક્ટોબરથી લાગુ પડશે 8 નિયમો

આઇસીસી એ ક્રિકેટમાં કર્યા મોટા ફેરફાર.
માંકડિંગ હવે ‘અન ફેર પ્લે’ નહીં ગણાય પણ રનઆઉટ તરીકે ઓળખાશે
8 નવા નિયમો ક્રિકેટમાં લાગુ કર્યા.
અમુક જૂના નિયમોને રદ કર્યા છે
બોલ પર થુંક લગાવીને પોલીસ કરવા પર કર્યો પ્રતિબંધ જાહેર

તમામ લોકોની મનપસંદ રમત ક્રિકેટ માં icc એ કેટલાક મહત્વના ફેરફારો આવી રહ્યા છે. ICC – ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ક્રિકેટની રમતમાં ઘણા બધા બદલાવ કર્યાં છે, ક્રિકેટની રમતમાં 8 નવા નિયમ લાગુ પાડ્યા છે તો કેટલાક જુના નિયમ રદ કર્યાં છે.

તમારી પસંદગીની રમત ક્રિકેટમાં આઠ નિયમો બદલ્યા છે

  1. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બોલ પર થૂંક લગાવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે એમ પણ કહ્યું છે કે ખેલાડી તેના પરસેવાથી બોલને ચમકાવી શકશે.
  2. પ્રથમ બેટ્સમેનને આઉટ થયા બાદ નવા બેટ્સમેનને અગાઉ ત્રણ મિનિટનો સમય મળતો હતો. જેના બદલે હવે નવા બેટ્સમેનને ટેસ્ટ અને વન-ડેમાં બે મિનિટમાં સ્ટ્રાઈક લેવી પડશે. જ્યારે ટી – 20 માં તેની સમય મર્યાદા 90 સેકન્ડની હોય છે જો બેટ્સમેન આમ કરવામાં નિષ્ફળ થશે તો તેને આઉટ જાહેર કરવામાં આવશે.
  3. જો કોઈ બેટ્સમેન કેચ આઉટ થશે તો નવો બેટ્સમેન સ્ટ્રાઈક પર આવશે. ભલે એ જ પહેલા બંને બેટ્સમેનોએ પીચ બદલી નાખ્યું હોય, પરંતુ નવા બેટ્સમેનને આગામી બોલ નો સામનો કરવો પડશે.
  4. બેટ્સમેને ક્રીઝની અંદર રહીને જ શોટ રમવાનો હોય છે. જો શોટ રમતી વખતે બેટ્સમેનનું બેટ કે શરીરનો કોઈ પણ ભાગ પીચની બહાર જતો રહે તો તેને રન ગણવામાં નહીં આવે. તે બોલને ડેડ બોલ કહેવામાં આવશે. સાથે જ જે પણ બોલ પિચ છોડવા માટે દબાણ કરશે તે નો-બોલ હશે.
  5. બોલર બોલ ફેંકે તે પહેલા જો કોઈ ખેલાડી કોઈ મૂવમેન્ટ કરશે તો ડેડ બોલ પર વિચાર કરવામાં આવશે અને બેટિંગ કરનારી ટીમને પેનલ્ટી તરીકે 5 રન મળશે.
  6. પહેલાના નિયમ મુજબ જો કોઈ બેટ્સમેન બોલર ક્રિઝ પર પહોંચે તે પહેલા આગળ વધતો હતો તો બોલર પાસે તેને આઉટ કરીને રન આઉટ કરવાની તક હતી, પરંતુ હવે આ સ્થિતિમાં તે બોલ ડેડ બોલ ગણાશે.
  7. આઈપીએલમાં આર અશ્વિને બટલરને માંકડિંગ દ્વારા કરેલો રનઆઉટ તમને બધાને યાદ હશે. માંકડિંગને હવે અયોગ્ય રમતના વિભાગમાંથી રન આઉટમાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. હવે માંકડિંગને સામાન્ય રન આઉટ ગણવામાં આવશે.
  8. જાન્યુઆરી 2022થી ટી-20માં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં નિશ્ચિત સમયમાં ઓવરો પુરી કરવાની હોય છે. ઓવર-વિલંબ થાય તો ફિલ્ડિંગ ટીમે 30 યાર્ડના સર્કલની અંદર ફિલ્ડર રાખવાનો હોય છે. હવે વન ડે ક્રિકેટમાં પણ આ નિયમ લાગુ કરવામાં આવશે. આ નિયમ આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગ 2023થી લાગુ થશે.
Also Read :

● Easy Area – Land Measure Apk

● Signature Creator

● Online Map Gujarat All Village Map

● Best Eye Test App

● Read Along Best Mobile Application

● Vehicle Owner Details

● Recover Deleted Contact Numbers

● Photo Resizer

● Avast Antivirus Scan & Remove Virus

● Google Fit Android Application
લેખન સંપાદન : તમે આ લેખ જોબ્સ ગુજરાત ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપના માટે લાવતા રહીશું. અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાઓ. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions