Search This Website

12 January 2024

સરકારે Aadhar Card ના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

સરકારે Aadhar Card ના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

Aadhar Card New Rule : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આધાર અપડેટ સેન્ટ્રલ આઈડેન્ટિટી ડેટા રિપોઝીટરી (CIDR) માં સંબંધિત માહિતીની ચોકસાઈની ખાતરી કરશે.




સરકારે આધાર કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. મળતી માહિતી મુજબ, હવે આધાર કાર્ડમાં મુકવામાં આવેલા દસ્તાવેજોને 10 વર્ષ પછી અપડેટ કરવા પડશે. આનો અર્થ એ છે કે આધાર નંબર જનરેટ કરતી વખતે અથવા આધાર કાર્ડ બનાવતી વખતે જે દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે 10 વર્ષ પૂર્ણ થયા પછી ઓછામાં ઓછા એક વખત સંબંધિત દસ્તાવેજો અપડેટ કરવા જરૂરી રહેશે.

નોંધણીની તારીખથી દર 10 વર્ષે પૂર્ણ થયા પછી અપડેટ્સ કરવાનું રહેશે.

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર, આધાર અપડેટ સેન્ટ્રલ આઈડેન્ટિટી ડેટા રિપોઝીટરી (CIDR) માં સંબંધિત માહિતીની ચોકસાઈની ખાતરી કરશે. આધાર ધારકો આધાર માટે નોંધણીની તારીખથી ઓછામાં ઓછા દર 10 વર્ષમાં એકવાર Identity Proof અને Resident/address Proof ના પુરાવા ધરાવતા દસ્તાવેજો અપડેટ કરી શકે છે.

ગયા મહિને લોકોને આ અપીલ કરવામાં આવી હતી

આધાર નંબર જારી કરનાર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ ગયા મહિને લોકોને વિનંતી કરી હતી કે તેઓ 10 વર્ષથી વધુ સમયથી આધાર નંબર ધરાવતા હોય અને સંબંધિત માહિતી ફરીથી અપડેટ કરી ન હોય તો Identity Proof અને Address Proof નો પુરાવો સબમિટ કરો. દસ્તાવેજો અપડેટ કરો.
આવા અને આ દસ્તાવેજોને અપડેટ કરો

ઓનલાઈન અપડેટ ''My Aadhaar'' પોર્ટલ અને ''My Aadhaar'' Application દ્વારા કરી શકાય છે.


આ સુવિધા આધાર એનરોલમેન્ટ સેન્ટર પર ઉપલબ્ધ છે.
આધાર ધારકો ઓળખનો પુરાવો અને રહેઠાણનો પુરાવો અપડેટ કરી શકે છે, જેમાં નામ અને ફોટો હોવો આવશ્યક છે.

અત્યાર સુધીમાં 134 કરોડ આધાર નંબર જારી કરવામાં આવ્યા છે.


Note : કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમામ નિયમ સંપૂર્ણ વાંચ્યા બાદ જ Apply નો નિર્ણય લેવો. અમારા દવારા કોઈ Agent નીમવામાં નથી આવ્યા તો અમારા નામ પર કોઈ પૈસા ની માંગણી કરે તો પૈસા ની લેવડ - દેવડ કરવી નહિ. અમારો હેતુ માત્ર લોકો સુધી Sarkari Yojana ની માહિતી દરેક સુધી પહોંચાડવાનો છે જેથી વધુને વધુ લોકો આનો લાભ લઇ શકે.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions