Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024: 48 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.
AMC Junior Clerk Bharti 2024: તાજેતરમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. આ ભરતી માટે ઉમેદવાર ...
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024
AMC Junior Clerk Bharti 2024: તાજેતરમાં અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે ઉત્તમ તક છે. આ ભરતી માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી વિશેની વધારે વિગતો જેમ કે-શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ મહત્વની તારીખો અને મહત્વની લીંક જાણવા માટે આ લેખને છેલ્લે સુધી વાંચો.
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024:
સંસ્થા | અમદાવાદ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ |
પોસ્ટ | જુનિયર ક્લાર્ક અને અન્ય પોસ્ટ |
જાહેરાત નંબર | નંબર 1 થી 5 / 2024-2025 |
કુલ જગ્યા | 48 |
જોબ સ્થાન | અમદાવાદ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 ડીસેમ્બર 2024 |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ |
પોસ્ટ અનુસાર વિગત:
1. નાયબ શાસન અધિકારી:
- કુલ જગ્યા: આ ભરતી દ્વારા નાયબ શાસન અધિકારીની માત્ર એક જગ્યા ભરવામાં આવશે.
- પગાર ધોરણ: નાયબ શાસન અધિકારીની પોસ્ટ માટે ઉમેદવારને 67,700 થી 2,08,700 સુધી પગાર ચુકવવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ વિદ્યા શાખામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક ની ડીગ્રી તથા તાલીમી સ્નાતક ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.
2. અધ્યાપક-નુતન તાલીમ વિભાગ:
- કુલ જગ્યા: આ ભરતી દ્વારા અધ્યાપક-નુતન તાલીમ વિભાગ ની પોસ્ટ માટે માત્ર એક જગ્યા ભરવામાં આવશે.
- પગાર ધોરણ: અધ્યાપક-નુતન તાલીમ વિભાગ ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને 44,900 થી 1,42,400 પગાર ચૂકવવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ વિદ્યા શાખામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયેલ અનુસ્નાતક ની ડીગ્રી તથા તાલીમી સ્નાતક ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.
3. સુપરવાઇઝર-સિગ્નલ સ્કૂલ:
- કુલ જગ્યા: આ ભરતી દ્વારા સુપરવાઇઝર-સિગ્નલ સ્કૂલ ની પોસ્ટ માટે બે ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
- પગાર ધોરણ: સુપરવાઇઝર-સિગ્નલ સ્કૂલ ની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારને 35,400 થી 1,12,400 પગાર ચૂકવવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક તથા પી. ટી. સી./તાલીમી સ્નાતક ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ.
4. ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર:
- કુલ જગ્યા: ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર ની પોસ્ટ માટે દસ ઉમેદવાર પસંદ કરવામાં આવશે.
- પગાર ધોરણ: ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર ની પોસ્ટ માટે પસંદ કરાયેલો ઉમેદવારને 44,900 થી 1,42,400 પગાર ચૂકવવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય વિદ્યા શાખામાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.
5. જુનિયર ક્લાર્ક:
- કુલ જગ્યા: જુનિયર ક્લાર્ક ની પોસ્ટ માટે કુલ 34 ઉમેદવાર પસંદ કરવામાં આવશે.
- પગાર ધોરણ: જુનિયર ક્લાર્ક ની પોસ્ટ પર પસંદ કરાયેલ ઉમેદવારને પ્રથમ પાંચ વર્ષ સુધી 26,000 માસિક વેતન આપવામાં આવશે. ત્યારબાદ 19,900 થી 63,200 પગાર ચૂકવવામાં આવશે.
- શૈક્ષણિક લાયકાત: આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ.
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024 મહત્વની તારીખ:
અરજી શરૂ થવાની તારીખ | 22 નવેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 ડિસેમ્બર 2024 |
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024 અરજી કરવાની રીતે:
ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી.
- અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.
- તેમાં તમારે જે ભરતી માટે અરજી કરવી હોય તે પસંદ કરી તેમાં એપ્લાય બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તેમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લો
- હવે તેમાં જરૂર ડિટેલ ભરો.
- હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ત્યારબાદ અરજી તમારી સબમીટ કરો અને કન્ફર્મ કરી લો હવે કન્ફર્મ કરેલી અરજી ને પીડીએફ ભવિષ્યના ઉપયોગ માટે સાચવી લો.
- આ રીતે તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024 મહત્વની લીંક:
ઓફિસિયલ વેબસાઈટ | |
જાહેરાત જોવા માટે | |
અરજી કરવાની લિંક |