અયોધ્યામાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની પ્રાણપ્રતિષ્ઠા થઈ ચૂકી છે. રોજના લાખો લોકો અહીં દર્શન કરવા પહોંચી રહ્યા છે. જો કે હજીય ઘણા લોકોને પ્રશ્ન છે કે અયોધ્ય જવું તો કઈ ટ્રેન સારી, કઈ બસથી જવાય, ક્યાં ઉતરવાનું ક્યાં રોકાવાનું વગેરે વગેરે. એટલે ખાસ તમારી આ બધી જ મૂંઝવણ દૂર કરવા માટે અમે આ આર્ટિકલ લઈને આવ્યા છીએ, જ્યાં તમને અયોધ્યાની એ ટુ ઝેડ માહિતી મળી જશે.
આટલો સમય થશે દર્શન
સૌથી પહેલા તો એ જાણી લઈએ કે અયોધ્યામાં શ્રી રામ લલાનું મંદિર કેટલા વાગે ખુલે છે અને તેના કપાટ કેટલા વાગે બંધ થાય છે. રામ મંદિર સવારે 6.30 વાગે ખુલી જાય છે અને બપોરના 12 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. પ્રભુ શ્રીરામ બપોરેના 12થી 2.30 વાગ્યા સુધી વિશ્રામ કરશે. આ સમય દરમિયાન ગર્ભગૃહના કપાટ બંધ રહેશે. બપોરે 2.30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. જો કે સંજોગો પ્રમાણે આ સમયમાં ફેરફાર થઈ શકે છે.
સિનિયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા
- રામ મંદિર પરિસરમાં તમે એન્ટર થાવ ત્યારે મુખ્ય પ્રવેશ દ્વારથી મંદિર લગભગ 200 મીટર જ દૂર છે. જો તમે સિનિયર સિટીઝન છો, અથવા તમારી સાથે કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે, તો તેમના માટે વ્હિલચેરની સુવિધા પણ રાખવામાં આવી છે. હવે તમે મંદિરમાં સિંહ દ્વારમાંથી થઈને 32 પગથિયા ચડીને રામ મંદિરમાં પહોંચી જશો. અહીં પાંચ મંડપમાંથી પસાર થયા બાદ ગર્ભગૃહની નજીક જઈને રામલલાની મૂર્તિથી 30 ફૂટ દૂરથી તમે આરામથી દર્શન કરી શક્શો.
શું છે આરતી દર્શનનો સમય?
જો તમારે રામલાલની આરતીના દર્શન કરવા છે, તો તેનો સમય પણ નોંધી લો.
- મંગળા આરતી: સવારે 4.30 વાગ્યે
- શૃંગાર આરતી: સવારે 6.30 વાગ્યે
- ભોગ આરતી: 11.30 વાગ્યે
- મધ્યાહ્ન આરતી: બપોરે 2.30 વાગ્યે
- સંધ્યા આરતી: સાંજે 6.30 વાગ્યે
- શયન આરતી: રાતના 8.30થી 9 વાગ્યા સુધી
અહીં ધ્યાન એ રખો કે વીઆઈપી દર્શન અને મંગળા આરતી આરતી માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા હજી કોઈ વ્યવસ્થા શરૂ કરવામાં નથી આવી. હાલ ભક્તો શૃંગાર આરતી, ભોગ અને સંધ્યા આરતીના દર્શન કરી શક્શે. જો કે આરતીના દર્શન કરવા માટે પાસ લેવો જરૂરી છે.
ઓફલાઈન પાસ
- આરતીના દર્શન કરવા માટે ટ્રસ્ટ દ્વારા નિયમ બનાવાઈ રહ્યા છે. હાલ ટ્રસ્ટ દ્વારા એક પાસ આપવામાં આવે છે, જે તમે શ્રી રામ જન્મભૂમિ કેમ્પ ઓફિસમાંથી આઈડી પ્રૂફ આપીને મેળવી શકો છો.
ઓનલાઈન પાસ
- જો તમારે ઓનલાઈન પાસ લેવો છે તો https://online.srjbtkshetra.org/#/aarti આ લિંક પર જઈને રજિસ્ટ્રેશન કરી શકો છો. જો કે હાલ ઓનલાઈન પાસની સુવિધા એક્ટિવ નથી પરંતુ 27 જાન્યુઆરીથી લગભગ તે શરૂ થઈ જવાની છે.
કેવી રીતે પહોંચશો અયોધ્યા?
- અયોધ્યા જવા માટે અમદાવાદથી ઈન્ડિગો દ્વારા ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે. જે સવારે 9.10 વાગે ટેક ઓફ થશે અને સવારે 11 વાગે અયોધ્યામાં લેન્ડ થશે. જ્યારે સ્પાઈસ જેટની ફ્લાઈટ સવારે 6 વાગે ટેક ઓફ થઈને 8 વાગે અયોધ્યામાં લેન્ડ થશે.
ટ્રેનની પણ છે સુવિધા
- આ ઉપરાંત તમે અમદાવાદથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં પણ ટ્રાવેલ કરી શકો છો. જે રાત્રે 11.10 વાગે ઉપડે છે અને બીજા દિવસે 4.22 વાગે અયોધ્યા ઉતારે છે. જો કે આ ટ્રેન સોમવારે, મંગળવારે, ગુરુવારે અને શનિવારે જ ચાલે છે. આ ઉપરાંત રેલવે દ્વારા અયોધ્યા જતી ઘણી વિશેષ ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે. જેની માહિતી તમે 139 નંબર પર ફોન કરીને મેળવી શકો છો.
ક્યાં રોકાઈ શકો છો?
- જો તમે અયોધ્યા જઈને ક્યાં રોકાવું તે બાબતે કન્ફ્યુઝ છો, તો મંદિરની 5 કિલોમીટર ત્રિજ્યામાં જ ઘણી ધર્મશાળાઓ છે. જેના વિશેની માહિતી નીચે કોષ્ટકમાં અમે આપી રહ્યા છીએ.
શાકાહારી ભોજન જ મળશે
- આખા અયોધ્યામાં માત્ર શાકાહારી ભોજન જ મળશે. ઘણી હોટેલ તમને લસણ અને ડુંગળી વગરનું ભોજન પણ આપશે. તો જાનકી મહેલ અને જૈન ધર્મશાળામાં ડુંગળી અને લસણ વગરનું સાત્વિક ભોજન મળશે.
આટલા તીર્થસ્થાનો અને જોવાલાયક સ્થળો પણ છે.
- હવે રામલલાની દર્શન કર્યા બાદ અહીં બીજા પણ દર્શન કરવાના સ્થળો છે. જેમાં રામ મંદિરથી 500 મીટર દૂર હનુમાનગઢી મંદિર ખાસ છે. રામ લલાના દર્શન પહેલા અહીં દર્શન કરવાની પરંપરા છે. જ્યારે રામ મંદિરથી 1 કિલોમીટર દૂર છોટી દેવકાલી મંદિર છે. આ મંદિર માં સીતાના કુળદેવીનું મંદિર છે. જ્યારે તમે કૈકેયીએ શ્રી રામ અને સીતાજીને ભેટમાં આપેલા કનક ભવન, સીતા રસોઈની સાથે સરયુના કિનારાની પણ મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત અહીં નાગેશ્વરનાથ મહાદેવ, મણિરામદાસ છાવણી, રામલલા સદન, દશરથ મહેલ, રંગ મહેલ જેવી જગ્યાઓ જોવાલાયક છે.
કેટલા દિવસ આવવું જોઈએ?
- જો તમારે અયોધ્યામાં શાંતિથી દર્શન કરવા છે, તો ઓછામાં ઓછો 3 દિવસનો પ્લાન બનાવવો જ જોઈએ. તો જ તમે બધા જ તીર્થસ્થાનો જોઈ શક્શો.
પાર્કિંગની વ્યવસ્થા
- જો તમે પોતાનું વાહન લઈને અયોધ્યા જઈ રહ્યા છો તો હનુમાનગઢીથી કનક ભવનનો રસ્તો સાંકડો છે, એટલે યલો ઝોનમાંથી વાહન લઈ જવું પડશે. બાકીના વિસ્તારમાં કોઈ તકલીફ નથી. આ ઉપરાંત એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવામાં ટેક્સી પણ મળી જશે. સાથે જ ઈ ગોલ્ફ કાર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ અયોધ્યામાં પાર્કિંગ વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો.
- - તમે રામ જન્મભૂમિ પરિસરની અંદર ફોન, વોલેટ, ચાર્જર, પેન જેવી કોઈ પણ વસ્તુ નહીં લઈ જશો. આ બધું રાખવા માટે લૉકર ફ્રીમાં અવેલેબલ છે.
- - આખા શહેરમાં ઈ બસ સેવા શરૂ થવાની છે, સાથે જ ઈ ગોલ્ફ કાર્ટ પણ અવેલેબલ છે, જેનું ભાડુ પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા છે.
- - અયોધ્યા જવાનો સૌથી સારો સમય માર્ચથી લઈને મે અને ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીનો છે.
- - રામલલાના મંદિરની બરાબર બહાર અમાવા પટનાના મહાવીર મંદિર ટ્રસ્ટનું રામ રસોડું છે. જ્યાં આધાર કાર્ડ બતાવવા પર શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન પણ મળે છે.
- - રામલલાના દર્શન માટે જતા પહેલા લગભગ 5 પોલીસ ચોકી આવે છે, જેમાં સુરક્ષા તપાસ કરાવવી ફરજિયાત છે.
- - જો અચાનક તમને ડૉક્ટરની જરૂર પડે તો મંદિર પરિસરમાં તેની પણ સુવિધા છે, અથવા નજીકમાં શ્રીરામ હોસ્પિટલ પણ છે.
- - આ ઉપરાંત તમે રામ જન્ભૂમિ પોલિસ સ્ટેશનમાં 9454403310 પર ફોન કરીને અથવા તો રામ જન્મભૂમિ હેલ્પ ડેસ્ક 05278 292000 કૉલ કરીને પણ મદદ મેળવી શકો છો.
શું તમે પણ અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો, તો તમને દિવ્ય ભાસ્કરની આ 'અયોધ્યા ઇ-ગાઇડ'માં સંપૂર્ણ માહિતી મળશે. આ 18 પેજની માર્ગદર્શિકામાં તમામ જરૂરી માહિતી એક જ જગ્યાએ આપવામાં આવી છે. આ તમને અયોધ્યા પહોંચવાથી લઈને રહેવા સુધી અને રામલલ્લાનાં દર્શનથી લઈને શહેરમાં ફરવા સુધીની મદદ કરશે. આ વાંચવામાં માત્ર 2થી 3 મિનિટનો સમય લાગશે.
અહીંથી અયોધ્યા દર્શન ઈ-ગાઈડ ખોલો
બીજી વિનંતી: કૃપા કરીને આ ગાઈડ તમારા પરિવાર, પ્રિયજનો અને તમારી પાસેનાં કોઈપણ સામાજિક જૂથો સાથે શેર કરો. એ દરેક માટે ઉપયોગી છે.
No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions