Search This Website

6 November 2023

તમે ખાવ છો એ બદામ અસલી છે કે નકલી? આ રીતે ઓળખો…

તમે ખાવ છો એ બદામ અસલી છે કે નકલી? આ રીતે ઓળખો…



અત્યારે તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે લોકો ડ્રાયફ્રૂટ્સ અને મિઠાઈની ખરીદી કરે છે. કોઈ પણ એવી મિઠાઈ નથી હોતી કે જેમાં ડ્રાયફ્રૂટ્સ ના નાખવામાં આવે. પરંતુ શું તમને ખબર છે તમે ખાવ છો એ બદામ અસલી છે કે નકલી? આજે અમે અહીં તમને એવી કેટલીક ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે અસલી બદામ અને નકલી બદલા વચ્ચેનો તફાવત ખૂબ જ સરળતાથી ઓળખી શકશો.

બજારમાં અલગ અલગ પ્રકારની બદામ મળે છે અને એમાંથી કેટલીક સારી હોય છે અને કેટલીક ખરાબ હોય છે. બદામ ખરીદતી વખતે આપણે એ તફાવત કરી શકતા નથી કે આપણે જે બદામ ખરીદી રહ્યા છીએ એ શુદ્ધ છે કે ભેળસેળયુક્ત? પરંતુ અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે ખૂબ જ સરળતાથી આ ફરક જાણી શકો છો.


ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા પણ અસલી અને નકલી ખાદ્ય ઉત્પાદનોને ઓળખવા માટે અવારનવાર અમુક ટીપ્સ આપતા હોય છે-

⦁ સૌથી પહેલાં તો તમે જે બદામ ખરીદો છો એ અસલી છે કે નકલી એ ઓળખવા માટે બદામને તમારી હથેળી પર ઘસો અને જો આવું કરતાં તેનો રંગ ઉતરવા લાગે તો સમજો કે તમે ખરીદો છે એ બદામ ભેળસેળયુક્ત છે.

⦁ ઘણી વખત બદામ બનાવવા માટે તેની ઉપર પાવડર છાંટીને તેનો રંગ ગાઢો કરવામાં આવે છે. એટલે તમે બદામના રંગ પરથી જ પણ તેની શુદ્ધતાની પરખ કરી શકો છે.

⦁ આ ઉપરાંત બીજી એક એવી ટિપ્સ પણ છે કે જેની મદદથી તમે સરળતાથી અસલી બદામ અને નકલી બદામ વચ્ચેનો તફાવત પારખી શકો છો. આ માટે તમારે એટલું જ કરવું પડશે કે બદામને એક કાગળ પર થોડો સમય મૂકી રાખો. જો કાગળ પર તેલના નિશાન દેખાય તો તમે ખરીદેલી બદામ 100 ટકા અસલી છે.

⦁ અસલી અને નકલી બદામને તેના પેકિંગ પરથી પણ ઓળખી શકાય છે એટલે બદામ ખરીદતી વખતે તેના પેકેટ પર લખેલી વસ્તુઓને ધ્યાનથી વાંચો. અનેક વખત ભેળસેળ કરનારાઓ બ્રાન્ડના પેકેટની નકલ કરીને નકલી બદામ વેચે છે.

⦁ નકલી બદામ ખાવાને કારણે આરોગ્યને તો નુકસાન પહોંચે જ છે પણ એની સાથે સાથે જ પેટ સંબંધિત ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. એટલું જ નહીં લાંબા સમય સુધી આવી ભેળસેળયુક્ત વસ્તુઓનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારી થવાનું જોખણ વધી જાય છે.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions