Search This Website

25 April 2023

Bagayati Yojana 2023 Gujarat i-khedut Portal | આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાના ઓનલાઈન ફોર્મ

Bagayati Yojana 2023 Gujarat i-khedut Portal| આઈ ખેડૂત પોર્ટલ પર યોજનાના ઓનલાઈન ફોર્મ


Bagayati Yojana 2023 Gujarat | ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે તેવા માં ikhedut પોર્ટલ પર બાગાયતી યોજના સહાય શરુ કરી દેવામાં આવી છે
ગુજરાત સરકારશ્રી દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવેલ છે. રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે તા. રર/૦૪/ર૦ર૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. અરજી કર્યા બાદ અરજીની પ્રીટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ/મદદનીશ . બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડુતોને અનુરોધ કરવામાં આવે છે. જેની નોધ લેસોબાગાયતી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

 • ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
 • લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
 • ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

બાગાયતી યોજના માટે ના ડોક્યુમેન્ટ લીસ્ટ

Gujarat ikhedut Portal પર ખેડૂતો માટે ઘણી બધી ખેતીલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી થાય છે. Online Application કરવા માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડે છે. જેમાંથી સર્વસામાન્ય Documents નીચે મુજબ આપેલા છે.

 • ખેડૂત જમીનની નકલ 7-12
 • જંગલીય વિસ્તારના રહેવાસી હોય તો ટ્રાઈબલ લેન્‍ડ રેકોર્ડ
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • આધારકાર્ડની નકલ (Aadhar Card)
 • બેંક ખાતાની પાસબુક
 • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ(ST)નું સર્ટિફિકેટ હોય તો
 • અરજદાર જો વિકલાંગ હોય તો વિકલાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
 • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
 • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો.


બાગાયતી સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયા – How to Apply for Bagayati Yojana Online Registration Process


 • સૌપ્રથમ “ikhedut Portal ” પોર્ટલ પર જાવઆઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “બાગાયતી યોજનાઓ” પર ક્લિક કરો . ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
 • ક્લિક કર્યા પછી તમને વિવિધ બાગાયતી યોજના લિસ્ટ તમને બતાવશે.
 • જેમાં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
 • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
 • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.“નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
 • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
 • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
 • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
 • અરજી કન્ફર્મ થયા પછી જ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
 • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
 • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
 • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
 • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ/ Last Date for Online Application Bagayati Pak Sahay Yojana 2023

રાજ્યના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે તા. રર/૦૪/ર૦ર૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે.યોજનાની સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો

ઑનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો


Note :

આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવે છે.

અમારા દ્વારા અનેક સ્ત્રોત દ્વારા માહિતી એકત્રિત કરી લખવામાં આવે છે,તેથી હંમેશા માહિતી ને સતાવાર વેબસાઈટ અથવા અધીકુત વિભાગથી પુષ્ઠી કરવી. કોઈપણ માહિતી માટે કોઈપણ જવાબદારી અમારી વેબસાઈટ લેતી નથી.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions