ગુજરાત સરકારના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના તમામ અધિકારીઓ / કર્મચારીઓને “કર્મયોગી” આવરી લેવા બાબત.
અગત્યની લીંક
ઉપરોક્ત વંચાણે લીધેલ ક્રમ (૧) પરના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવથી સામાન્ય વહીવટ વિભાગની માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી (HRMS)ના ભાગરૂપે “કર્મયોગી” એપ્લિકેશન તૈયાર કરી આપવાની કામગીરી હાલમાં ગુજરાત ઇન્ફર્મેટિકસ લિમીટેડ (GIL) દ્વારા પ્રગતિમાં છે. તથા ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૩) પરના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્રથી ગુજરાત સરકારના તમામ વિભાગો તથા તમામ કચેરીઓના "સાથી” એપ્લિકેશનમાં સમાવિષ્ટ તમામ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા "કર્મયોગી”એપ્લિકેશનમાં ઓનલાઈન Leave / LTC / PARની અરજી કરવા બાબત અમલમાં મૂકવામાં આવેલ છે. આ અનુસંધાને ગુજરાત રાજ્યના તમામ વિભાગો હેઠળની તમામ કચેરીઓના અધિકારીઓ / કર્મચારીઓને તબકકાવાર "કર્મયોગી” એપ્લિકેશનમાં આવરી લેવામાં આવશે.
"કર્મયોગી” એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા થઈ શકે તે હેતુથી રાજ્યની વિવિધ કચેરીઓએ તેઓના અધિકારીઓ / કર્મચારીઓને આ એપ્લિકેશનમાં આવરી લેવા બાબત કરવાની થતી કામગીરી સંબંધે નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
(૧) મંજૂર મહેકમની વિગતો મોકલવી :
કર્મયોગી” એપ્લિકેશનમાં રાજ્યની તમામ કચેરીઓનાં મંજૂર મહેકમ મુજબની જગ્યાઓ (Positions) તૈયાર કરવા બાબતે આ સાથે સામેલ અનુસૂચિ -૧ અનુસાર તમામ કચેરીઓએ તેઓની કચેરીના મંજૂર મહેકમની વિગત (કચેરીના વડા કે ખાતાના વડા દ્વારા પ્રમાણિત) તા. ૦૩.૦૮.૨૦૨૪ સુધી HRMS Cell ખાતે મોકલી આપવાની રહેશે. આ પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખ સુધી જે કચેરીઓ દ્વારા મંજૂર મહેકમની વિગત HRMS Cellને મોકલી આપવામાં આવેલ હોય તેઓએ સદર વિગત ફરીથી મોકલવાની થતી નથી. વધુમા તમામ કચેરીઓએ તેઓ દ્વારા મોકલાવેલ મંજૂર મહેકમ મુજબની જગ્યાઓ "કર્મયોગી” એપ્લિકેશનમાં ઊભી કરવામાં આવેલ છે કે કેમ તે સુનિશ્ચિત કરવાનું રહેશે, જે અંગે કોઈ વિસંગતતા જણાય તો કચેરીના વડા કે ખાતાના વડા મારફતે સદર બાબત HRMS Cellના ધ્યાને લાવવા જણાવવામાં આવે છે.
(2) એડમિન અધિકારો Mainpa:
ઉક્ત કામગીરી માટે રાજ્યની તમામ કચેરીઓએ તેઓની કચેરીના મહેકમ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલ રાજપત્રિત અધિકારીશ્રીની એડમિન (Admin) તરીકે નિમણૂક કરવાની રહેશે તથા સદર એડમિન રાઈટ્સ મેળવવા આ સાથે સામેલ અનુસૂચિ-૨ અનુસાર વિગતો ભરી so-hrms-gad@gujarat.gov.in પર ખાતાના વડા મારફતે ઈમેઈલ કરવાનો રહેશે. આ રીતે નિમાયેલ અધિકારીએ Admin રાઈટ્સ મેળવ્યા બાદ "કર્મયોગી” એપ્લિકેશન અંતર્ગત કચેરીના એડમિન તરીકેની કામગીરી કરવાની રહેશે. સદર કામગીરી અંગેની વિગતો અને તાલીમ HRMS Cell દ્વારા વખતોવખત આપવામાં આવી રહેલ છે.
(3) વપરાશકર્તા નોંધણી આ છે:
જે તે કચેરીઓના મંજૂર મહેકમની જગ્યાઓ "કર્મયોગી” એપ્લિકેશનમાં ઊભી થયા બાદ તથા કચેરી ખાતે Admin Rights મેળવ્યા બાદ જે તે કચેરી દ્વારા Admin લોગઈનમાંથી User Registration અંગેની કામગીરી કરી શકાશે, જે અંગેની તાલીમ HRMS Cell દ્વારા આપવામાં આવે છે. વધુમાં, User Registrationની કામગીરી રાજ્યની તમામ કચેરીઓ દ્વારા તા.૧૫/૦૮/૨૦૨૪ પહેલાં પૂરી કરવાની રહેશે. આમ ન થયેથી સંબંધિત કચેરીના વડાનો પગાર રોકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.
(૪) વિડીયો માર્ગદર્શન:
"કર્મયોગી” એપ્લિકેશન સંદર્ભે કરવાની થતી વિવિધ કામગીરી અંગે વિડીયો માર્ગદર્શન મળી રહે તે હેતુ થી HRMS Cell દ્વારા YouTube ચેનલ શરુ કરવામાં આવેલ છે. તાલીમ હેતુથી તૈયાર કરવામાં આવેલ
વિડિઓ https://www.youtube.com/@Karmyogi-GoG
"કર્મયોગી” એપ્લિકેશનનો ઉપયોગ www.karmyogi.gujarat.gov.in લિંક પરથી કરી શકાશે. ઉપર્યુક્ત એપ્લિકેશનનાં ઉપયોગ સંબંધમાં કોઈ માર્ગદર્શનની જરૂરિયાત ઉભી થાય તો હેલ્પલાઈન નંબર
૦૭૬-૨૩૨ ૫૮૫૭૬/૭૭, ૦૭૬-૨૩૨
support@gujarat.gov.in પર સંપર્ક કરી શકાશે.
"કર્મયોગી” એપ્લિકેશનનો ઉપયોગ ગુજરાત રાજ્યના તમામ અધિકારીઓ / કર્મચારીઓ દ્વારા થઈ શકે

No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions