બાયસેગ શું છે? ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ ત્રણથી 12 સુધી ભણતા વિદ્યાર્થીઓ માટે 'ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓઇન્ફર્મેટિક્સ' એટલે કે BISAG વંદે ગુજરાત ચૅનલો, ડીડી ગિરનાર, GCERT અને GHSEBની યૂટ્યૂબ ચૅનલો મારફતે ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
“બાયસેગ” થી પ્રસારીત થતાં શિક્ષણના કાર્યક્રમો

૨૧ મી સદીએ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીએ આજે જે હરણફાળ ભરી છે. તેનો જો શિક્ષણ ક્ષેત્રે વિનિયોગ કરવામાં આવે તો દરેકને શિક્ષણ આપવાનો પ્રયાસ સફળ થઈ શકે. હવે તો ગુજરાતમાં કેયુ બેન્ડની છેક ગામડા સુધી સરકારે સહાય કરી છે. જેથી ગામડાના બાળકો પોતાના જ ગામમાં કે જુથ સંશોધન કેન્દ્રો દ્વારા ઘેર બેઠા શિક્ષણ પ્રાપ્ત કરી શકે. “બાયસેગ” થી પ્રસારીત થતાં શિક્ષણના કાર્યક્રમો સમગ્ર રાજ્યના બાળકો જોઈ શકે, સાંભળી શકે જે ‘દુરવર્તી શિક્ષણ’’ (DISTANCE EDUCATION) તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણના વિસ્તાર માટે દુરવર્તી શિક્ષણ ખુબજ જરૂરી છે. જેથી ગુજરાત રાજ્યમાં બાયસેગના માધ્યમથી ધોરણ ૬ થી ૮ ના ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, ભાષાઓ તથા સા.વિજ્ઞાન જેવા વિષયોની સંકલ્પનાઓ સ્પષ્ટ થાય અને અસરકારક અને ગુણવતાસભર શિક્ષણ મળે તેવા ઉમદા આશય સાથે દુરવર્તી શૈક્ષણિક કાર્યક્રમ સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ છે.

*ધોરણ 1, 2 નિદાન કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ટેલીકોન્ફરન્સ*
*TPEO, કેની, BRC, CRC, આચાર્ય, ધોરણ 1, 2 ના શિક્ષકો તમામ કાર્યક્રમ નિહાળે તે સુનિશ્ચિત કરશો.*
*તા. 15/02/2024, સવારે 11.30 કલાકે*
https://www.youtube.com/live/1e44JNd7fnk?si=5CAXb_1mjwnqdlPi
No comments:
Post a Comment
Please Comment Your Questions, Queries or Suggestions