Search This Website

29 October 2023

પરીક્ષા આપ્યા વિના સરકારી નોકરી કરવી હોય તો ફટાફટ અરજી કરો, મહિને મળશે 90,000નો પગાર

પરીક્ષા આપ્યા વિના સરકારી નોકરી કરવી હોય તો ફટાફટ અરજી કરો, મહિને મળશે 90,000નો પગાર

જે પણ ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માગે છે તે NTPCની સત્તાવાર વેબસાઈટ ntpc.co.in પર જઈને અપ્લાય કરી શકશે. આ પદ પર ઉમેદવારે અરજી કરવા માટેની છેલ્લી તારીખ 10 નવેમ્બર છે.



NTPC Recruitment 2023 Notification:

 નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં (NTPC) નોકરી શોધી રહેલા યુવાનો માટે શાનદાર અવસર આવ્યો છે. તેના માટે NTPCએ પોતાની સત્તાવાર વેબસાઈટ પર 5 વર્ષ માટે 50 એક્ઝીક્યૂટિવ પદ પર ભરતી નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે પણ ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માગે છે તે NTPCની સત્તાવાર વેબસાઈટ ntpc.co.in પર જઈને અપ્લાય કરી શકશે. આ પદ પર ઉમેદવારે અરજી કરવા માટેની છેલ્લી તારીખ 10 નવેમ્બર છે.

પસંદગી પ્રક્રિયા

આ ખાલી પડેલી જગ્યા પર પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનના માધ્યમથી કરવામાં આવશે. જે પણ ઉમેદવાર આ ખાલી જગ્યા પર નોકરી મેળવવા માગે છે, તેમના માટે અહીં આપેલી ઉંમર મર્યાદા, અરજી પ્રક્રિયા, સેલરી અને શૈક્ષણિક લાયકાત વગેરે વિગતો જાણી લેવી જોઈએ.

એનટીપીસી માટે અરજી ફી 

જનરલ/ઈડબ્લ્યૂએસ/ઓબીસીથી સંબંધિત ઉમેદવારો માટે 300 રૂપિયા છે. જ્યારે એસસી/ એસટી/પીડબ્લ્યૂબીડી/એક્સએસએમ અને તમામ કેટેગરીની મહિલા માટે અરજી ફી આપવાની નથી.

અરજી કરવા માટે યોગ્યતા

કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઈલેક્ટ્રોનિક્સ/ઈંસ્ટ્રુમેંટેશન એન્જીનિયરીંગમાં ડિગ્રી હોવી જોઈએ. સાથે જ ડિઝાઈન, કંસ્ટ્રેશન અથવા ઓપરેશનલ અને જાળવણીમાં 100 મેગાવોટ અથવા તેનાથી વધારેની સ્થાપિત ક્ષમતાવાળા સંયુક્ત ચક્ર વિદ્યુત પ્રોજેક્ટ/યંત્રમાં યોગ્યતા બાદ ન્યૂનતમ 02 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો:
અરજી કરવા માટે અહીં ક્લિક કરો:


અરજી કરવા માટે વય મર્યાદા

એક્ઝીક્યૂટિવ માટે અરજી કરનારા ઉમેદવારો માટે અધિકતમ વય મર્યાદા અરજીની છેલ્લી તારીખ સુધીમાં 35 વર્ષ હોવા જોઈએ. જો કે, અનામત કેટેગરી (એસસી/એસટી/ઓબીસી/પીડબ્લ્યૂબીડી/એક્સએસએમ) ઉમેદવારોને સરકારના નિયમઅનુસાર છુટ મળશે.

પગાર ધોરણ

પસંદગી પામેલા ઉમેદવારોને 90,000 રૂપિયા માસિક કંસોલિડેટેડ રકમ આપવામાં આવશે. આ ઉપરાંત કંપની આવાસ/એચઆરએ, નાઈટ શિફ્ટ ભથ્થા તથા પતિૃ-પત્ની અને બે બાળકો માટે મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions