Search This Website

13 August 2023

ઘઉંમાં ક્યારે ધનેડાં નહીં પડે..સાફ કરો ત્યારે આ પાન મુકી દો, ભેજની અસર પણ નહીં થાય

ઘઉંમાં ક્યારે ધનેડાં નહીં પડે..સાફ કરો ત્યારે આ પાન મુકી દો, ભેજની અસર પણ નહીં થાય

How to store wheat: ઘઉંમાંથી અનેક પ્રકારની વાનગી બનાવવામાં આવે છે. પરંતુ ઘણી બધી સ્ત્રીઓની ફરિયાદ હોય છે કે ઘઉંમાં ભેજ વાળા વાતાવરણમાં જીવાત અને ઘનેડાં પડી જાય છે. આ કારણે બધા ઘઉં ફેંકવાનો વારો આવે છે. પરંતુ તમે આ રીતે સ્ટોર કરશો તો લાંબા સમય સુધી કંઇ નહીં થાય.



How to Store to wheat: આજકાલ દુકાનમાં ભલે અલગ-અલગ બ્રાન્ડના લોટ મળતા હોય, પરંતુ અનેક લોકો ઘઉંને સ્ટોર કરીને પછી ઘંટીમાં દળાવતા હોય છે. અનેક લોકો પેકેટનો લોટ વાપરતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે આ લોટમાં મેંદો મિક્સ હોઇ શકે છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. સામાન્ય રીતે ભેજ વાળા વાતાવરણમાં ઘઉંથી લઇને બીજુ અનાજ જલદી બગડી જાય છે. પરંતુ તમે આ રીતે સ્ટોર કરશો તો ઘઉં એક વર્ષથી પણ વધારે સમય સુધી મસ્ત રહેશે અને ક્યારે ધનેડાં પડશે નહીં.



સૌથી પહેલાં આ કામ કરો


ઘઉંને સ્ટોર કરવા માટે સૌથી પહેલા તમે સારી રીતે સાફ કરી લો. પછી બેથી ચાર વાર પાણીમાં સારી ધોઇને સુકવી લો. હવે આ ઘઉં બરાબર સુકાઇ જાય એટલે એક ડબ્બામાં ભરી લો. ખાસ ધ્યાન એ રાખો કે કીડા ગંદકીને કારણે વધારે થાય છે. આ માટે લાંબા સમય સુધી ઘઉંને સારા રાખવા માટે સ્વચ્છતા હોવી ખૂબ જરૂરી છે. ઘઉંને ક્યારે પણ ઠંડક વાળી જગ્યામાં મુકશો નહીં.

નેચરલ દવા-લીમડાના પાન મુકો

લીમડાના પાન સામાન્ય રીતે કીટનાશકના રૂપમાં કામ કરે છે. એવામાં તમે જ્યારે પણ ઘઉં સાફ કરીને મુકો ત્યારે એમાં થોડા-થોડા અંતરે લીમડાના પાન મુકી દો. લીમડાના પાન મુકવાથી ધનેડાં નહીં પડે. તમે ભેજ વાળા વાતાવરણમાં રહેશો તો પણ ઘઉંમાં ક્યારે જીવાત નહીં પડે.



લસણ મુકો

ફોતરા કાઢ્યા વગર તમે ઘઉંમાં લસણની કળી મુકો છો તો ક્યારે ધનેડાં અને બીજી જીવાત પડતી નથી. લસણથી આસપાસ પણ ક્યાંય ધનેડાં તમને જોવા નહીં મળે. ખાસ ધ્યાન એ રાખો કે લસણ તમારે ફોલીને મુકવાનું નથી. આમ કરવાથી વાસ આવશે અને ભેજ પણ લાગી શકે છે. આ માટે ફોલ્યા વગરની લસણની કળી મુકવાનું રાખો.



માચિસ મુકી દો

પહેલાંના સમયમાં લોકો જ્યારે પણ કોઇ અનાજ સ્ટોર કરતા હતા ત્યારે એમાં માચીસ મુકતા હતા. માચીસના આગળના ભાગમાં સલ્ફર હોય છે જે કીડા અને ધનેડાંને પસંદ હોતુ નથી. જેના કારણે માચિસ તમે મુકી દો છો તો ક્યારે પણ ધનેડાં તેમજ બીજી જીવાત થશે નહીં.

(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. જોબ્સગુજરાત.ઇન આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions