Search This Website

26 July 2023

મેગાસ્ટાર સૂર્યાની ફિલ્મ 'કાંગુવા'નું ટીઝર થયું રિલીઝ, જોઈને કહેશો 'જબરદસ્ત...' Kanguva south movie 2023

મેગાસ્ટાર સૂર્યાની ફિલ્મ 'કાંગુવા'નું ટીઝર થયું રિલીઝ, જોઈને કહેશો 'જબરદસ્ત...'

કાંગુવાનું ટીઝર તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, હિન્દી અને અંગ્રેજીમાં રિલીઝ થશે


Image:Twitter


સાઉથના મેગાસ્ટાર સૂર્યાની ફિલ્મની તેના ફેન્સ આતુરતાથી રાહ જોતા રહે છે. તેની આગામી ફિલ્મ 'કાંગુવા'ની ઘણા સમયથી ફેન્સ રાહ જોઈ રહ્યા છે. ટીઝર રિલીઝ કરીને મેકર્સે ફેન્સની જિજ્ઞાસા વધુ વધારી દીધી છે. ગ્રીન કે.ઇ. જ્ઞાનવેલરાજા સ્ટુડિયોએ યુવી ક્રિએશન્સ વામસી-પ્રમોદ સાથે મળીને આ ફિલ્મનું નિર્માણ કર્યું છે. જ્યારે શિવાએ આ ફિલ્મનું ડાયરેકશન કર્યું છે. આજે મેગાસ્ટાર સૂર્યાનો જન્મદિવસ છે, આ ખાસ અવસર પર ફેન્સને આ ફિલ્મમાં તેની પહેલી ઝલક બતાવવામાં આવી છે.



ટીઝર રિલીઝ થતા યુટ્યુબ પર ટ્રેન્ડીંગ

ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ ફેન્સમાં ફિલ્મને લઈને અપેક્ષાઓ વધી ગઈ છે. 2 મિનિટનું આ ટીઝર ખૂબ જ રોમાંચક છે. ફિલ્મમાં સૂર્યા ઉપરાંત દિશા પટણી, યોગી બાબુ, કિંગ્સલે, કોવઈ સરલા, આનંદ રાજ જેવા સ્ટાર્સ જોવા મળશે. ટીઝરમાં એક વિસ્તાર દેખાઈ રહ્યો છે જ્યાં ડાર્ક લાઈટ છે અને ઘણી લાશો દેખાઈ રહી છે. સૂર્યાના ચહેરા પર માસ્ક છે. ટીઝર રિલીઝ થતાં જ તે યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

ફિલ્મ 10 ભાષાઓમાં થશે રિલીઝ

મેકર્સ આ ફિલ્મને 10 ભાષાઓમાં રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારથી ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત છે. મોટા બજેટમાં બનેલી આ ફિલ્મ 3D ફોર્મેટમાં બની છે. ટીઝર રિલીઝ થતા જ ફેન્સમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૂર્યાની ફિલ્મ 'કાંગુવા'નું ટીઝર તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, હિન્દી અને અંગ્રેજીમાં રિલીઝ થશે. ટૂંક સમયમાં જ મેકર્સ ફિલ્મનું ટીઝર વધુ ચાર ભાષાઓમાં રિલીઝ કરશે.


વિડીયો હિન્દીમાં જુઓ અહીંથી

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions