Search This Website

3 October 2022

Banaskantha: એક શિક્ષકે માત્ર એક લાખના ખર્ચે બનાવી મોટરકાર, નહીં જરૂર પડે પેટ્રોલ-ડીઝલની!

એક શિક્ષકે અનોખી ગાડી બનાવી..આ શિક્ષકે એક લાખના ખર્ચે પોતાના હાથે કોઈની મદદ મેળવ્યા વગર માત્ર દોઢ મહિના માં બેટરી આધારીત ચાલતી ફોર વીલર ગાડી બનાવી..પેટ્રોલ ડીઝલના ભાવ માંથી છુટકારો મેળવવા માટે બનાવી અનોખી ગાડી..આ અનોખી ગાડી શાળા એ જવા આવા તેમજ ઘર ?




Banaskantha: બનાસકાંઠા જિલ્લાના એક પ્રાથમીક શાળાના શિક્ષકે અનોખી ગાડી બનાવી છે. અત્યારે દિવસે ને દિવસે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ માંથી મુક્તિ મેળવવા એક અનોખી બેટરી આધારિત ચાલતી ફોર વીલર ગાડી બનાવી છે.આ શિક્ષકે વેકેશનનો સદુપયોગ કરી એક લાખના ખર્ચે જાતે એક બેટરી આધારિત ચાલતી ફોર વીલર ગાડી બનાવી છે.આ ગાડીનો ઉપયોગ શિક્ષક શાળાએ આવા જવા તેમજ પશુપાલનના વ્યવસાય તેમજ ઘર કામ માટે કરી રહ્યા છે.
અત્યારે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે.જેને લઈ ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે.અને ખાસ કરીને ઈંધણમાં જે પ્રમાણે દિવસેને દિવસે ભાવ વધી રહ્યો છે.આ ઈંધણ ના ભાવ માંથી બચવા અનેક લોકો હવે સાઇકલ તેમજ બેટરી આધારિત ઇલેક્ટ્રિક ગાડીનો વધુ પ્રમાણ માં ઉપયોગ કરી રહ્યા છે.


ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ માંથી મુક્તિ મેળવવા જિલ્લાના એક શિક્ષકે તેના હાથે એક અનોખી બેટરી આધારિત ઇલેક્ટ્રિક ગાડી બનાવી છે.ડીસા તાલુકાના થેરવાડા ગામે રહેતા ભગવાનભાઈ દાનાભાઈ પટેલ જેમની ઉમર હાલ 35 વર્ષ છે.તેવો વિઠોદરની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.



આ શિક્ષકે અનોખી ગાડી બનાવી છે.અત્યારે જે પ્રમાણે પેટ્રોલ ડિઝલમાં ભાવ વધવાના કારણે પેટ્રોલ ડિઝાલમાંથી મુક્તિ મેળવવા આ શિક્ષકે ઇલેક્ટ્રિક સ્ફુટી લાવી. તે ઇલેક્ટ્રિક સ્ફુટી પર શાળા એ આવા જવા તેમજ ઘર કામ માટે ઉપયોગ કરતા હતા. જે બાદ ઇલેક્ટ્રિક સ્ફુટી પરથી પ્રેણા મળી અને કઈક નવું કરવાનો વિચાર આવ્યો.કે મારે ઇલેક્ટ્રિક ગાડી બનાવી છે.જે બાદ આ શિક્ષક વેકેશન માં દિલ્લી ગયા ત્યારે ઇ રીક્ષા જોઈ તે બાદ આ શિક્ષક ને વિચાર આવ્યો કે મારે ફોર વિલર ગાડી બનાવી છે.જે બાદ દિલ્લી થી ચાર ટાયર,ડ્રેફેનશીયન તેમજ એક હજાર વોલ્ટ ની મોટર લાવ્યા.જે બાદ ફોર વીલર માં કન્વર્ટ કરવા માટે જૂની ગાડીના સ્પેરપાટ લાવી એક લાખના ખર્ચે બેટરી પર ચાલતી એક ફોર વીલર ગાડી તૈયાર કરી જે બાદ લીથીએમ ફેરોફોસપેટ દ્વારા બટરી તેમને જાતે ડેવલોપ કરી માત્ર દોઢ મહિનાની મહેતમાં તેમને ફોર વીલર ગાડી તૈયાર કરી.આ તૈયાર કરેલ ગાડી ની સ્પીડ 25 ની છે.તે એક વાર ચાર્જ કરવાથી 40 કિલોમીટર સુધી ચાલે છે.

દૂર દૂર થી તેમના દ્વારા બનાવેલ ઇલેક્ટ્રિક ગાડી જેવા આવે છે.

આ પ્રાથમિક શાળાના શિક્ષકે જે એક લાખના ખર્ચે પોતાના હાથે તૈયાર કરેલ ગાડીને શાળાએ આવા જવા માટે તેમજ ગામમાં દૂધ ભરાવવા માટે તેમજ ઘર કામ માટે ઉપયોગ કરે છે.થેરવાડા ગામે રહેતા શિક્ષક દ્વારા તૈયાર કરાયેલા ઇલેક્ટ્રિક ગાડીને જોવા માટે દૂર દૂર થી લોકો આવી રહ્યા.તેમજ વધતા પેટ્રોલ ડીઝલના ભાવ માંથી મુક્તિ મેળવવા બનાવેલ ઇલેક્ટ્રિક ગાડી ના લોકો વખાણ કરી રહ્યા છે..

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions