Search This Website

6 October 2022

રિલાયન્સનું લેપટોપ 'જિયોબુક' લોન્ચ:11.6 ઇંચની HD સ્ક્રીન સાથે 8 કલાકનું બેટરી બેકઅપ, કિંમત 19,500 રૂપિયા

રિલાયન્સ જિયોએ તેનું પહેલું લેપટોપ 'જિયોબુક' લોન્ચ કર્યું છે. સરકારના ઈ-માર્કેટપ્લેસ (GeM) પોર્ટલ પર લેપટોપના સ્પેસિફિકેશન અને કિંમતનો ખુલાસો કર્યો છે. 2GBવાળા આ લેપટોપની કિંમત 19,500 રૂપિયા છે.





કેવી રીતે ખરીદી શકાય?

આ લેપટોપના વેચાણ માટે પણ મૂકવામાં આવ્યું છે, પરંતુ જાહેર જનતા નથી ખરીદી શકે, સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા જ GeM પોર્ટલના માધ્યમથી ખરીદી શકો છો. માનવામાં આવી રહ્યું છે કે બાકીના લોકો દિવાળી પછી આ લેપટોપની ખરીદી કરી શકશે.

32GBનું સ્ટોરેજ મળશે

આ લેપટોપમાં 2GB RAM છે. એમાં RAM એક્સપાન્ડેબલ સપોર્ટ નથી. આ સિવાય 32GB સ્ટોરેજ મળશે. કંપનીએ આ લો બજેટ લેપટોપમાં 6 થી 8 કલાકની બેટરી બેકઅપનો દાવો કર્યો છે. 1.2 કિલોના આ ડિવાઇસમાં એક વર્ષની બ્રાન્ડ વોરંટી મળશે.

11.6 ઇંચની HD LED સ્ક્રીન

જિયોબુકમાં 11.6 ઇંચની HD LED બેક લિટ એન્ટી-ગ્લેયર સ્ક્રીન મળશે. નોન-ટચ સ્ક્રીન ડિવાઇસમાં 1366*768નું પિક્સલ રિઝોલ્યુશન હશે. ડિવાઇસમાં USB 2.0 પોર્ટ, USB 3.0 પોર્ટ અને એક HDMI પોર્ટ મળશે, જેમાં માઈક્રો SD કાર્ડ સ્લોટ પણ છે, પરંતુ ટાઈપ-c પોર્ટ નથી.



સ્નેપડ્રેગન 665 પ્રોસેસર સામેલ

ક્વોલકોમ સ્નેપડ્રેગન 665 ઓક્ટા કોર પ્રોસેસર જિયોબુકમાં ઇન-બિલ્ટ છે. સ્ટાન્ડર્ડ ફોર્મ ફેક્ટર દ્વારા દર્શાવવામાં આવેલા આ ડિવાઇસમાં મેટાલિક હિંજ્સ છે. તેની ચેસિસ એબીએસ પ્લાસ્ટિકની બનેલી છે. આ ડિવાઇસ કંપનીની જિયો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

WI-FI કનેક્ટિવિટી પણ મળશે

આ ડિવાઇસમાં 802.11ac WI-FI કનેક્ટિવિટી મળશે. બ્લૂટુથ કનેક્ટિવિટી ફીચરવાળા ડિવાઇસમાં બ્લૂટુથ વર્ઝન 5.2 સામેલ છે. ડિવાઇસ 4G મોબાઈલ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીને પણ સપોર્ટ કરે છે, જેમાં ડ્યુઅલ ઇન્ટરનેટ સ્પીકર અને ડ્યુઅલ માઈક્રોફોન પણ મળશે. કોઈપણ ફિંગરપ્રિન્ટ સ્કેનર નથી.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions