Search This Website

24 September 2022

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નવરાત્રીમાં વરસાદ બાબતે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

મિત્રો આગામી દિવસોમાં આવતા માતાજીના નવલા નવરાત્રીના દિવસોમાં ફરી એક વખત ખેલૈયા અને નવરાત્રી આયોજકો માટે એક માઠા સમાચાર કહીએ તો પણ કહી શકાય તેવા આવી રહ્યા છે તો ચાલો જાણી લઈએ નવી એક ખબર વિશે.

આગામી 26 સપ્ટેમ્બરના રોજ નવરાત્રીની શુભ શરૂઆત થઇ રહી છે તેવામાં હવામાન વિભાગના ખાસ નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદ વિશે આગાહી આપતા જણાવે છે કે આ વખતે નવરાત્રીના દિવસોમાં વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ છે.

અંબાલાલ પટેલ વધુમાં માહિતી આપતા જણાવે છે કે બંગાળની ખાડીમાં ફરી વખત લો પ્રેશરની અસર સર્જાઈ રહ્યું છે એટલા માટે હવામાન ખાતાએ 4 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે આ સમયે હવામાન ખાતાના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ અમુક વરસાદ પડવાની નિશાની દર્શાવી હતી.

26 સપ્ટેમ્બર થી વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ છે : અંબાલાલ પટેલ જણાવે છે કે આ વખતની નવરાત્રીમાં વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ છે આમાં ખાસ કરીને ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની ખુબજ વધારે શક્યતાઓ છે. આગામી 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો જોવા મળશે જે 27 સપ્ટેમ્બરના રોજ મોટા ભાગના સ્થળે વરસાદ પડી શકવાની સંભાવના છે. આ ઉપરાંત 28 સપ્ટેમ્બર થી લઈને છેક 1 ઓકટોબર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની ફૂલ શક્યતાઓ રહેલી છે.

ઉતર ભારતમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ : અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 5 ઓકટોબર સુધી દરિયામાં અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે પવન ફૂકાવાની ફૂલ શક્યતાઓ રહેલી છે આ પ્રોસેસ છેક 10 ઓકટોબર સુધી ચાલશે અને ત્યારબાદ બંગાળના ઉપસાગરમાં હવાનું દબાણ થોડું હળવું થશે પરિણામે ચોમાસાની વિદાઈની શરૂઆત થઇ જશે. 23 થી 25 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદ ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે. ચોમાસાના આ અંતિમ દિવસોમાં પણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.62 મીટર સપાટી ધરાવે છે : વાત કરીએ નર્મદા ડેમની સપાટીની તો તે કુલ 138.62 મીટર જેટલી સપાટી ધરાવે છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે વરસાદ સારો પડવાથી નર્મદા નદીમાં નવા નીરની આવક થવાથી પાણીનો પ્રશ્ન હલ થઇ જશે.

હવામાન વિભાગની ઑફિસયલ એપ્લિકેશન

હવામાન વિભાગની ઑફિસયલ વેબસાઈટ

નવરાત્રીના દિવસો દરમિયાન સામાન્ય વરસાદ થઇ શકે છે : મિત્રો હાલની હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો આગામી નવરાત્રીના દિવસોમાં વરસાદ જતા જતા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી જશે. વરસાદ સામાન્ય રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે તથા જતા જતા વરસાદ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે તેવી શક્યતાઓ રહેલી છે. જેના ભાગરૂપે 24 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ આવવાની ફૂલ શક્યતાઓ રહેલી છે તેમાં ખાસ કરીને અરવલ્લી, દમણ, ડાંગ, વલસાડ, નર્મદા, મહીસાગર, નવસારી, તાપી, દાહોદમાં વરસાદ પડી શકવાની ફૂલ આગાહી કરવામાં આવી છે.

આમ, અમે તમને આગામી આવતા નવરાત્રીના દિવસોમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે તેના વિશે જરૂરી એવી અંબાલાલ પટેલે કરેલી આગાહી વિશે માહિતી આપી.

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions