Pages

Search This Website

30 November 2023

હવે પેપરલેસ થશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા: TCSની મદદથી કોમ્પ્યુટર પર જ જવાબો આપવાના રહેશે, જાણો બીજા કયા ફેરફારો કરાયા

હવે પેપરલેસ થશે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા: TCSની મદદથી કોમ્પ્યુટર પર જ જવાબો આપવાના રહેશે, જાણો બીજા કયા ફેરફારો કરાયા



GSSSB Exam Latest News: ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ પેપરલેસ કરાઇ, હવે ઉમેદવારો એ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિને લઈ મોટા સમાચાર
ભરતી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ઓનલાઈન પરીક્ષા લેવા આયોજન
ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે

GSSSB Exam News : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર કર્યો છે. વિગતો મુજબ હવે પરીક્ષા પદ્ધતિને પેપરલેસ કરાઇ છે. જેથી હવે ઉમેદવારોની સંખ્યાના આધારે એક દિવસથી વધુ પરીક્ષા લેવાશે. પ્રાથમિક વિગતો મુજબ એક દિવસ દરમિયાન 3 પેપર કઢાશે. ઉમેદવારોએ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે.

 



રાજ્યમાં અગાઉ પેપરલીકની ઘટનાઓ બની ચૂકી છે. જોકે હવે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં જ મોટો ફેરફાર કરી દીધો છે. વિગતો મુજબ ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પદ્ધતિ પેપરલેસ કરાઇ છે. એટલે કે હવે ઉમેદવારો એ કોમ્પ્યુટર પર જ પરીક્ષા આપવાની રહેશે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા TCS કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોંપાશે.

પરીક્ષા પદ્ધતિ પેપરલેસ કરાઇ


ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પધ્ધતિમાં મોટો ફેરફાર કરતાં હવે પરીક્ષા પધ્ધતિ પેપરલેસ કરાઇ છે. આગામી દિવસોએ યોજાનાર બીટ ગાર્ડની પરીક્ષા પણ ઓનલાઈન પદ્ધતિથી લેવાશે. વિગતો મુજબ પરીક્ષા અંદાજીત એક સપ્તાહથી વધુ સમય ચાલશે. જેમાં 4.5 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે.


For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions