Pages

Search This Website

9 May 2023

Monsoon pattern by Ambalal Patel: ચાલુ વર્ષે ચોમાસાની પેટર્ન કંઈક અલગ પ્રકારની રહેશે! અંબાલાલ પટેલે શું કરી આગાહી?

Monsoon pattern by Ambalal Patel: ચાલુ વર્ષે ચોમાસાની પેટર્ન કંઈક અલગ પ્રકારની રહેશે! અંબાલાલ પટેલે શું કરી આગાહી?

Monsoon pattern Ambalal Patel: હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ચોમાસાને લઇને કરી મોટી આગાહી. ચાલુ વર્ષના ચોમાસાની પેટર્ન કોઈ અલગ પ્રકારની રહેવાની શક્યતા. કેવું રહેશે ચોમાસું?




જાન્યુઆરી 2023થી લઈને આજ સુધી વાતાવરણમાં વારંવાર બદલાવ જોવા મળ્યો છે અને ઋતુમાં થતાં બદલાવ જોઈને લાગે છે કે પેટર્ન બદલાઇ રહી છે (Monsoon pattern Ambalal Patel). વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય તરફ જતાં હોય છે. જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારમાં કમોસમી વરસાદ થાય છે, પરંતુ ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆત માવઠા સાથે થઇ છે. મે મહિનામાં પણ માહોલ ચોમાસા જેવો જોવા મળી રહ્યો છે, ત્યારે એક પ્રશ્ન થાય કે ચોમાસું કેવું રહેશે?

ચોમાસું કેવું રહેશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું છે કે, મહત્તમ તામપાન સામાન્ય કરતા પણ નીચું રહ્યું છે. એપ્રિલમાં ગરમી કરતાં માવઠા વધુ પડ્યા છે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે બરફ વર્ષા થાય અને મે મહિનામાં ગરમી ન પડે તો તેની અસર ચોમાસા પર થતી હોય છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ એવી રહી છે. મેમાં હજુ પણ ચોમાસા જેવો વરસાદ થઇ રહ્યો છે.


મેના મધ્યમાં ગરમી પડશે અને જૂન માસમાં ગરમી પડવાની શક્યતા છે. તેના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ નિરનિરંતર રહેવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ગંગા યમુનાના મેદાન તપે એટલે બંગાળના ઉપસાગરમાંથી વરસાદી વહન આવે તે દેશના મધ્યભાગમાં થાય અને ગુજરાત તરફ આવે. તેના બદલે આ વર્ષે ગરમી પડે અને વરસાદ થઇ જાય છે. હવાના હળવા દબાણો જુદા પ્રકારના થવાની શક્યતા રહેશે. જેના કારણે ચાલુ વર્ષના ચોમાસાની પેટર્ન અલગ હોવાનું અનુમાન છે.​

ચોમાસાની પેટર્ન અલગ હોવાનું અનુમાન

સમુદ્રનું તાપમાન, દેશના વિધિ ભાગોનું તાપમાન, પવનની દિશા, ભેજનું પ્રમાણ, સમુદ્રની હલચલ તમામ પ્રકારના પરિબળો જોવામાં આવે છે. માપદંડ નક્કી કરવામાં આવતા હોય છે અને ઊંડો અભ્યાસ કર્યા બાદ ચોમાસું કેવું રહેશે, જેનું પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે ગુજરાતમાં વિશિષ્ટ પરિસ્થિતિ જોવા મળી રહી છે.



આવી શકે છે વાવાઝોડા

સાથે જ બીજું એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે. તેમના મતે મે અને જૂ મહિનામાં બેક ટુ બેક વાવાઝોડું આવી શકે છે. અંબાલાલના મતે મે અને જૂન મહિનામાં બેથી ત્રણ ચક્રવાત અરબ સાગરમાં આવી શકે છે. અરબ સાગરમાં ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.


બેક ટુ બેક વાવાઝોડું આવવાની તૈયારીમાં છે. 10થી 14 મેમાં બંગાળના સાગરમાં ઊંચા મોજા ઉછળશે. 18થી 20 મે સુધી ફરી દરિયો તોફાની બની શકે છે. મે, જૂનમાં બેથી ત્રણ ચક્રવાત અરબ સાગરમાં આવશે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

No comments:

Post a Comment

Please Comment Your Questions, Queries or Suggestions